અંતરિક્ષ, બ્રહ્માંડ, ગ્રહો વગેરે આપણી માટે સદીઓથી કુતૂહલનો વિષય રહ્યાં છે. આજે વિજ્ઞાને જ્યારે વિરાટ પ્રગતિ કરી છે ત્યારે પણ આ અંગે હજી ઘણું જાણવાનું બાકી છે.
આકાશમાં તરતા ગ્રહોને જોવાનો જો એક જુદો જ રોમાંચ હોય તો એના વિષે જાણવાનો તો કેટલો બધો રોમાંચ હોય! સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પ્લૂટો, યુરેનસ અને નેપ્ચ્યુન – આ સૌ ગ્રહો એકબીજાથી કેટલાં ભિન્ન છે? એકબીજાથી કેટલાં દૂર છે? દૂર હોવા છતાં એકબીજા પર કેવી-કેવી અસર કરે છે? કયા ગ્રહ પર વાતાવરણ છે? કયા ગ્રહ પર માનવવસ્તી છે? કયા ગ્રહ પર ઍલિયન હોઈ શકે? કયા ગ્રહ પર આટલાં વર્ષો પછી પણ જ્વાળાઓનો સમૂહ છે? આવા અનેક કૌતુકભર્યાં પ્રશ્નોના જવાબો આ પુસ્તકમાંથી મળશે.
આજે સમગ્ર વિશ્વમાં જ્યારે અંતરિક્ષ તરફની દોડ લાગી છે ત્યારે, તેને નજીકથી સમજવા માટે ગ્રહોની અદ્ભુત દુનિયાને સફર કરાવતું આ પુસ્તક દરેક બાળક, વિદ્યાર્થી, વાલી અને શિક્ષકને ખૂબ જ ઉપયોગી બનશે.
Be the first to review “Graho Ni Adbhut Dunia”
You must be logged in to post a review.