આઇગોરના દિમાગનો કબજો તેની ભૂતપૂર્વ પત્ની ઇવાએ લઈ લીધો છે. આઇગોર દેખાવડો અને ધનવાન હોવા છતાં ઇવા એક સફળ ફૅશન ડિઝાઇનરને ખાતર પતિને તરછોડી દે છે અને આ વાત આઇગોરને સતત ડંખ્યા કરે છે.
તેથી ઇવાને પાછી મેળવવા માટે તે કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફૅસ્ટિવલમાં પહોંચે છે. વૈભવ અને દંભમાં રાચતા ઉચ્ચ વર્ગની વચ્ચે આવીને તે હિંસાનું 24 કલાકનું દિલધડક મિશન શરૂ કરે છે.
આવડત, જ્ઞાન અને બુદ્ધિચાતુર્યના અજોડ સમન્વયના જોરે પોતાની પ્રિય પત્નીને પાછી મેળવવા વિશ્વનો સંહાર કરવા તે વચનબદ્ધ છે.
અને તે કાયમ પોતાનું વચન પાળે જ છે…
પોલો કોએલોનાં લખાણે વિશ્વભરના કરોડો વાચકોને ઘેલું લગાડ્યું છે અને પ્રેરણા પૂરી પાડી છે. `એકલવીર’માં તેમણે ખ્યાતનામ હસ્તીઓના જીવનની કાળી બાજુને સચોટ રીતે છતી કરી છે અને આપણે જે વિશ્વમાં જીવી રહ્યા છીએ તે કેવી રીતે આપણા હૃદયમાં સચવાઈ રહેલા સત્યનો છેદ ઉડાડે છે તેનું દિલચશ્પ વર્ણન કર્યું છે.
Be the first to review “Ekalvir”
You must be logged in to post a review.