ભારત દેશ માટે એ બોત્તેર કલાક કદાચ સૌથી મહત્ત્વના હશે.
અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટમાં કાઉન્ટડાઉન શરૂ થયું. એ સાંજે ભારતીય સેનાના વડા એકનાથ સિંગ શેખાવતના માનમાં એક પાર્ટીનું આયોજન કરાયેલું. રાજ્યની અનેક વગદાર અને મોભાદાર વ્યક્તિઓ પાર્ટીમાં હાજર હતી. પાર્ટીમાં એક વેઇટરની ભૂલથી સ્કોચનો ગ્લાસ જનરલ ઉપર ઢોળાયો. વેઇટરે માફી માંગતાં જનરલે ઘટનાને અવગણી અને પાર્ટી ચાલતી રહી.
…અને અચાનક મોડી રાત્રે જનરલની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખ્યાતનામ ડૉક્ટર્સ હોવાં છતાં જનરલની તબિયત કથળતી જતી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીને પણ આ ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા.
…ત્યારે જ, શાહીબાગ કેન્ટોનમેન્ટની બહાર મળેલી સૂટકેસની અંદર રહેલા ટેબલેટ ઉપરના વીડિયોમાં બુકાની પહેરેલા માણસે આ ઘટનાની જવાબદારી સ્વીકારી. તેણે કહ્યું કે, જનરલને કેમિકલ પૉઇઝન અપાયું છે અને જો બોત્તેર કલાકમાં એ પૉઇઝનનો ઍન્ટિ-ડોટ નહીં આપવામાં આવે તો જનરલનું મૃત્યુ થશે. ઍન્ટિ-ડોટનો એકમાત્ર ડોઝ અમદાવાદમાં જ તેના કબજામાં છે. ઍન્ટિ-ડોટના બદલામાં કરવામાં આવેલી માંગણી સાંભળીને તો ભારતના વડાપ્રધાનને પણ પરસેવો વળી ગયો.
અને પછી શરૂ થઈ બોત્તેર કલાકની સંતાકૂકડી. અમદાવાદ પોલીસના પી.આઈ. કુંપાવત અને ક્રાઇમ બ્રાન્ચની કમિશનર અનુજા શિંદેની ટીમને ઍન્ટિ-ડોટ શોધવાની કપરી જવાબદારી સોંપવામાં આવી.
શું માત્ર બોત્તેર કલાકમાં ઍન્ટિ-ડોટ શોધી શકાશે? બુકાનીધારી વ્યક્તિની માંગણી શું હતી? આ ઑપરેશન કેવી રીતે કરવામાં આવશે? છેલ્લે શું થયું?
માત્ર બોત્તેર કલાકમાં એક પછી એક બનતી રોમાંચક અને દિલધડક ઘટનાઓથી ઇન્ટેલિજન્સની દુનિયાના અન્ડરગ્રાઉન્ડમાં ડૂબકી મરાવતી આ ઍક્શન પૅક્ડ થ્રિલર તમને જકડી રાખશે.
Be the first to review “Botter”
You must be logged in to post a review.