આગને કદી બરફ થતાં જોઈ છે?
આગ – એક એવી આગ જે ક્યારેય ક્યાંય પીગળી ન શકી. જ્યારે ઊંચા ઊંચા અવાજો નાના નાના અવાજોને ગળી જાય છે ત્યારે દબાયેલા એ અવાજો અકથ્ય વેદનાની ઝાળ થઈને સંવેદનશીલ માણસોની ભીતર બાઝી જતા હશે. એ જ આગ જે ધીમે ધીમે બરફમાં પરિવર્તિત થઈ જતી હશે અને પ્રસરી જતી હશે તેમની કાયાની નસે નસમાં. કદાચ આ બરફના માણસોની વેદના, સંવેદના આમ જ કોઈ વાર્તાઓમાં પીગળતી હશે? એ રીતે વેદનાને ભીતર સંગ્રહી જીવતાં મારા પાત્રો એક રીતે બરફના માણસો જ છે! મને વિશ્વાસ છે તેમની આ ઝાળને, તેમના અવાજને તમારી આંખો તો મળશે. કોને ખબર, કદાચ તમારી આંખોથી પીગળી શકે આ બર્ફીલી ઝાળ! આ સંગ્રહની વાર્તાઓમાં કેવળ સ્ત્રીનો અવાજ નથી કે નથી કેવળ પુરુષનો અવાજ, પણ સંસ્પર્શ છે સમગ્ર મનુષ્યચેતનાનો. આ બરફના માણસો સાવ અજાણ્યા અને છતાંય તમારા જ પડછાયા…!
Be the first to review “Baraf Na Manaso”
You must be logged in to post a review.