અમદાવાદના એક ઉચ્ચ મધ્યમવર્ગીય ઘરની ગૃહિણી સુમાં એક સવારે ગુમ થઈ જાય છે. બે યુવાન દીકરીઓની મા, રત્નાબેન અને અમૂલખ ભાઈની પુત્રવધૂ ઘર છોડીને જતી રહે છે.
‘અસ્મિતા ‘ સુમાના ગૃહત્યાગ પછીની કથા છે. ઘર માટે, સંબંધો માટે, સંતાનો માટે આજીવન ખર્ચાઇને પોતાના માટે ન બચતી એક સ્ત્રીની આત્મશોધની યાત્રા છે .
જેમ સુમા કહે છે કે ” હું સૌ ને ચાહતી હતી, પણ પોતાને ચાહતા ભૂલી ગયેલી” ….એમ આ સ્વપ્રેમની કૃતિ છે. ઉતરાખંડના પહાડોમાં સુમાને જડતી અસ્મિતાની આ વાર્તા છે.
Be the first to review “Asmita”
You must be logged in to post a review.