ગુજરાતી ગઝલનો હાલ સુવર્ણયુગ ચાલે છે. લોકોનો ગઝલરસ જોઈને કેટલાંક દૈનિક અખબારો પણ તેઓની સાપ્તાહિક પૂર્તિમાં કે અન્યત્ર શે’ર-આસ્વાદની કટારો પ્રગટ કરે છે.
ગઝલ એક અતિ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. આખેઆખી ગઝલ આસ્વાદ્ય હોય તો તે ઉત્તમ સ્થિતિ છે, પરંતુ બધી ગઝલો તેવી ન પણ હોય, છતાં તેના થોડાક શે’રો ઉત્તમ હોય તોયે એ ગઝલ ટકી શકે. એક ઉત્તમ શે’ર માત્ર એ ગઝલને નહીં, ગઝલકારને પણ ચિરકાળ સુધી ઉજાળ્યા કરે તેવું પણ બને.
દા.ત. ‘ઓજસ’ પાલનપુરીએ માત્ર આ એક શે’ર લખ્યો હોત તોયે ગઝલરસિકોને હૈયે તેઓ ચિરસ્મૃત રહ્યા હોત.
‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.’
‘ગઝલના ગુલમહોર’ની વિશેષ ઉપલબ્ધિ એ છે કે અહીં ગુજરાતી ગઝલના કેટલાયે સિદ્ધ-પ્રસિદ્ધ શે’રો ભાવકને એકસાથે મળી રહે છે. અહીં ‘મરીઝ’, ‘ઘાયલ’, ‘શૂન્ય’, ‘બેફામ’, ‘ગની’ જેવા ગઈ પેઢીના દિગ્ગજ ગઝલકારથી માંડીને છેક આજના શાયરના ચૂંટેલા શે’રો અહીં મોજૂદ છે.
– ભગવતીકુમાર શર્મા
Be the first to review “Ghazalna Gulmahor”
You must be logged in to post a review.