વિભાજન.
હૃદય સોંસરવા ઉતરી જાય એવા આ શબ્દને અનુભવનારની પીડાનો જવાબ ઈતિહાસ પણ આપી શકતો નથી.
આપણા દેશની પ્રજા સદીઓથી વિભાજીત થતી રહી છે. ક્યારેક ધર્મના આધારે, તો ક્યારેક નાત-જાત, વર્ણ, ભાષા, પ્રાંત કે સંપત્તિના આધારે વિભાજનની પીડા ભોગવવાનું થતું જ રહ્યું છે. ભારત-પાકિસ્તાન હોય કે નાઝી-યહુદી કે પછી ગરીબ અને તવંગર – વિભાજનથી પીડિત પરિવારની પેઢીઓ સુધીનું નસીબ ફંગોળાઈ જતું હોય છે.
દેશના ભાગલા થતાં અનેક ઉમંગો અને સપનાંઓને આંખમાં આંજીને કરાંચીથી ભારત આવી વસતા એક કુટુંબની આ કથા છે. વિભાજનનો અજગર કેવી રીતે, એક પછી એક વ્યક્તિ અને છેવટે ત્રણ પેઢીઓને પોતાના ભરડામાં લઈને વેરવિખેર કરી નાંખે છે એની આ હૃદયદ્રાવક કથા તમને પણ હચમચાવી નાંખશે.
`વિભાજન’ની પીડાની વ્યથા અને સંવેદનાને આલેખતી આ નવલકથા ગુજરાતી ભાષામાં વિરલ ગણી શકાય તેવી છે.
Be the first to review “Vibhajit”
You must be logged in to post a review.