કેફિયત હમતુમની…
એક હતો કવિ અને એક હતી લેખિકા.
કવિ લાવ્યો પંક્તિઓનો ખજાનો,
લેખિકા લાવી અંદાઝ પોતાનો,
અને જામી મહેફિલ – હમતુમની!
એમાં ચર્ચા ચાલી
માણસને કરડીને ખાઈ જતી જડ પ્રથાઓ ઉપર,
પોતાની જાતે બની બેઠેલા દેવી દેવતાઓ ઉપર,
નિર્દોષ માણસોથી સડતા લાશના સ્મશાનો ઉપર,
ચવાઈ જતા ગરીબોના મોંઘવારી ભથ્થાઓ ઉપર,
માનવીના મનના ખૂબ નાજૂક સંવેદનો ઉપર,
પ્રામાણિક માણસની બહુ જ સાચી વ્યથાઓ ઉપર,
મોટા અમીર બાપોની ઐયાશ નીચ સંતાનો ઉપર,
લોકોનું શોષણ કરીને મંદિરોમાં અપાતાં દાનો ઉપર,
સગાવાદથી ખદબદતા કેટલાય મોટા સંસ્થાનો ઉપર,
ચૂંટણી જીતવા કરાવાતા બે કોમ વચ્ચે તોફાનો ઉપર,
લોકોની જાન લઇ લેતી સાવ ખોટી અંધશ્રદ્ધાઓ ઉપર….
બસ બસ બસ….
બીજું બધું પુસ્તકની અંદર!
– મૃગાંક શાહ
Be the first to review “Humtum”
You must be logged in to post a review.