ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે, જેના હૃદયમાં સંવેદનાની આછી પાતળી સુગંધ સમાયેલી ન હોય! ઘરમાં, સમાજમાં અને વ્યવસાયના કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ ટકી રહે છે એના મૂળમાં આવી સંવેદનાઓ છે!
આ પુસ્તકમાં રહેલી પ્રત્યેક સંવેદનકથા સત્યની વ્યાસપીઠ પરથી રજૂ થઈ છે. શિક્ષકના વ્યવસાયમાં સત્યનું, પ્રેમનું અને કરુણાનું સંવેદનશીલ સૌંદર્ય હોય છે, તેનો પ્રત્યક્ષ પુરાવો તમને આ પુસ્તકની દરેક કથાઓમાં અનુભવવા મળશે.
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે લોહીની સગાઈ સિવાય પણ એક એવી સુક્ષ્મ સગાઈ, એક એવો સુક્ષ્મ સંબંધ હોય છે, જે વ્યક્તિના જીવનમાં રચનાત્મક વળાંક લાવે છે અને પરિણામે જિંદગી જીવવાનો એનો અંદાજ બદલી નાખે છે!
કેટલાંક પુણ્ય એવાં પણ હોય છે, જેના માટે પૈસા, સમય કે શ્રમનો ભોગ આપવો પડતો નથી. બસ, અનાયાસ જ થઈ જતાં હોય છે! આ પુસ્તકમાં આવાં, અનાયાસે થઈ ગયેલાં, આંગળી ચીંધ્યાનાં પુણ્યનો અનુભવ તમે કરી શકશો.
આ પુસ્તક વસાવો અને પ્રિયજનને ભેટમાં આપી આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવો!
Be the first to review “Aangali Chindhya Nu Punya”
You must be logged in to post a review.