`મીરાં યાજ્ઞિકની ડાયરી’ નવલ આપણી ચેતનાને અનેક રીતે ઝંકૃત કરે છે, વિસ્તારે છે. મીરાં નખશિખ સંવેદનશીલ અને એટલી જ બૌદ્ધિક છે. સતત એની શોધ રહી છે નિર્ભેળ સૌંદર્ય અને પ્રેમની. આ શોધ માટે એ સ્વ-ને બચાવ્યા સિવાય, સમગ્ર અસ્તિત્વથી પૂરા પરિવેશ, વિવિધ પાત્રો અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરે છે. સંવેદનાના સ્તરે એ જે કંઈ અનુભવે છે તે બધું જ નોંધે છે કશાય છોછ-દંભ-ગ્રહ કે દાવા વિના, સર્જનાત્મક રીતે. એથી જ એની ભાષામાં અરૂઢ એવી સ્વાભાવિકતા આવી છે. જાતને પણ નિર્મમ બનીને સરાણે ચડાવતી આ અંગત નોંધ જીવન સાથેની ઊંડી નિસબતમાંથી આવી છે, એટલે આ ડાયરી માત્ર મીરાં યાજ્ઞિકની બની રહેવાને બદલે કોઈ પણ સંવેદનશીલ-બૌદ્ધિક ચેતનાનો અંશ પણ બની રહે છે. અહીં આવતો કરુણ પણ સૌંદર્ય-પ્રેમની શોધોપાસનાને અંતે આવ્યો હોઈ આપણને અંદરથી હચમચાવી જાય છે. વૃંદા અને ઉજાસમાં છેક મૂળ લગી ઊંડે ઊતરી જઈ પોતાને પામવા મથતી મીરાંની આ જોખમી મથામણને `માણસ’ની મથામણમાં રૂપાંતરિત થતી જોઈ શકાય છે.
Weight | 0.16 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789389858297
Month & Year: July 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 166
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9789389858297
Month & Year: July 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 166
Weight: 0.16 kg
Be the first to review “Mira Yagnik Ni Diary”
You must be logged in to post a review.