ઝંઝાવાતો સામે ટકાવી રાખતો આશાનો દીપ
“માણસ પાસેથી બધું જ છીનવી શકાય છે, સિવાય એક ચીજ: કોઇપણ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની તેની આઝાદી.”
વિક્ટર ફ્રેન્કલના પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મિનીંગ’માં તમે આ વાત વાંચી હશે. તમારા હાથમાં જે પુસ્તક છે, તેમાં ફ્રેન્કલ એ જ વાતનો વધુ એક પુરાવો આપે છે.
એક માણસ બીજા માણસની જિંદગીને જીવતા નર્ક જેવી બનાવી દે, તો એ લોકો, એ નર્કનો સામનો કેવી રીતે કરે? જ્યારે ચારે તરફ પાશવી અત્યાચાર, ભૂખમરો અને માથા પર મોત ભમતું હોય, ત્યારે એ માણસોએ શું અનુભવ્યું હશે?
વર્ષોની યાતના પછી પણ માણસ જીવતા રહેવાની આગને કેવી રીતે પોતાની અંદર સળગતી રાખતો હશે? માણસ પાસે જ્યારે ન કપડાં હોય, ખાવા માટે ન રોટી હોય, બીમારીમાં દવા પણ ન હોય અને છેવટે ન તો તેનું સન્માન હોય કે ન તો તેની કોઈ પહેચાન, તો કઇ આશાના સહારે કોઈ જીવતું રહી શકે?
દુનિયામાં એવો એક પણ માણસ નથી, જેના જીવનમાં સંકટ ન આવ્યું હોય અને તેની સામે નિરાશાનો અંધકાર છવાયો ન હોય. સંકટમાં માણસનું મોત ત્યારે થાય છે, જ્યારે તેની આશા મરી જાય છે. છેલ્લે તો માત્ર શરીર જ મરે છે.
જીવનના ઝંઝાવાતો સામે ટકાવી રાખતા આશાના દીપને સળગતો રાખવા માટે આ પુસ્તક એક પ્રશ્ન પૂછે છે:
“તમારી જિંદગીનો અર્થ શો છે?”
આ પુસ્તક એનો જવાબ પણ આપે છે.
Be the first to review “Yes To Life”
You must be logged in to post a review.