સમય શું છે તે જો સમજાઈ જાય તો
ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય.
ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય
લખવાનું મુશ્કેલ છે.
લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે
ઘણાખરા નેતાઓ, લેખકો અને
અભિનેતાઓ જીવતા રહી શકે છે.
મૃગજળ રણની શોભામાં વધારો કરે છે.
મેઘધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે.
મૃગજળ એટલે રણનો ભ્રમ અને મેઘધનુષ્ય
એ આકાશનો રંગીન ભ્રમ ગણાય.
પડઘો તે પર્વતનો ભ્રમ. પડછાયો એ સૂરજનો ભ્રમ.
માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે.
– ગુણવંત શાહ
Be the first to review “Vicharo Na Vrundavan Ma”
You must be logged in to post a review.