“વાસાંસિ જીર્ણાનિ’ એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે.
પતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે …અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય છે કે “જીવનમાં કોઈ સાહસ, કોઈ ઝંઝાવાત ન અનુભવી શકાયો. સતત સીધી લીટી જેવા જીવનમાં વળાંકો ન આવ્યા ”
આ ઊંડે ધરબાયેલી તોફાનોની લાલસા પોલોમાં ને એક અસંભવિત યાત્રા પર લઈ જાય છે. એ ચાર જુદી સદીમાં જીવતી ચાર જુદી સ્ત્રીઓનું અસ્તિત્વ અનુભવે છે.
આ નવલકથા અસંભવિત, અકલ્પ્ય વિશ્વની વાત છે…પણ દરેક માનવીએ જીવનના કોઈ તબક્કે આ અકલ્પ્ય ઝંખ્યું છે.
સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મેળવનાર આ કૃતિ માનવમનના અડાબીડ રહસ્યોની ગાથા છે.
Be the first to review “Vasansi Jirnani”
You must be logged in to post a review.