Tane Tahukana Sam

Category Poems, Latest, New Arrivals
Select format

In stock

Qty

કવિ કોઈપણ ભાષાનો હોય કલ્પન અને સંવેદનની મૂડી તો દરેકની એકસરખી જ હોવાની. સાચા કવિને કલ્પના કે સંવેદનાની સરહદો નડતી નથી હોતી.
જિદે ચઢેલા કે રિસામણે બેઠેલા કોઈ `પંખી’ને મનાવવા માટે કવિ એને ટહુકાના સમ આપીને મનાવી લે છે, કેમ કે કવિને ખબર છે કે પંખીને તેનો પોતાનો ટહુકો ખૂબ જ વહાલો હોય છે.
એ જ કવિને હંમેશાં ‘કોઈક’ની પ્રતીક્ષા હોય છે એ `કોઈક’ કોણ છે? એનું નામ શું છે? એનીય એને ખબર નથી. જે વ્યક્તિને એણે ક્યારેય જોઈ જ નથી એ વ્યક્તિની પ્રતીક્ષા કવિને એટલી તીવ્ર હદે ભીતરથી ઝંકૃત કરી દે છે કે કવિ શૂન્યાવકાશમાં એક નજરે જોઈને મનોમન પૂછી બેસે છે કે, `તું આવીશ ને મીરાં?’
સંવેદનશીલ વ્યક્તિની આંખ સદાય ભીની જ રહેતી હોય છે, એમાંય આ તો કવિ! કવિની આંખમાં ચોમાસું બારે મહિના માળો બનાવીને રહેતું હોય છે. કવિનાં આંસુનો લૅબોરેટરી ટેસ્ટ કરવામાં આવે તો એમાંથી એક જ ધ્વનિ સંભળાય : ઇન આંખોં કા હસના ભી ક્યા, જીન આંખોં મેં પાની ન હો…
ગીત, ગઝલ કે કવિતા એ હૃદયમાં વલોવાતી-વલોપાતી સંવેદનાના મૌન ચિત્કાર હોય છે. આ કાવ્યસંગ્રહ તમને છેલ્લી કવિતા સુધી એ જ વાતની પ્રતીતિ કરાવશે કે ‘અરે, જે અનુભૂતિ મને થઈ રહી છે એની જ આ અભિવ્યક્તિ છે!’

SKU: 9789361973505 Categories: , ,
Dimensions 7 × 7 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tane Tahukana Sam”

Additional Details

ISBN: 9789361973505

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130

Dimension: 7 × 7 in

શ્રી રજની પટેલ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે કે જેને ગુજરાતી સાહિત્યના આલમે ઉમળકાભેર એમના દિલની લગોલગ સ્થાન આપ્યું છે. સતત છ… Read More

Additional Details

ISBN: 9789361973505

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130

Dimension: 7 × 7 in