તમારા અંદરના POWERને ઓળખો
ઇન્દ્રનીલ ઘોષ
દરેક સફળ વ્યક્તિને શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે કારણ કે કોઈપણ સફળતા, શક્તિ વગર પ્રાપ્ત નથી થતી. છેવટે તો પાવરફુલ લોકો જ પોતાનાં અસ્તિત્વને ટકાવી શકે છે. કદાચ એટલા માટે જ એવું કહેવાય છે કે અસ્તિત્વને ટકાવી રાખવા માટે પાવર ખરેખર જરૂરી છે. વળી આજના સમયની માંગ છે કે માણસે પોતાની સફળતાને કાયમ માટે ટકાવી રાખવા, શક્ય એટલા પાવરફુલ બનવું જોઈએ. એક વાત હંમેશાં યાદ રાખો કે કપરો સમય લાંબા સમય સુધી ટકતો નથી, અને કપરા સમયમાં ઘડાયેલા લોકોની સફળતાનો સમય ક્યારેય ટૂંકો હોતો નથી.
જીવંત પાવરહાઉસની જેમ ભરપૂર શક્તિથી જીવતા માણસમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવવાના એકમાત્ર આશયે આ પુસ્તક લખાયું છે. તમારામાં રહેલો પાવર જ તમને કાયમને માટે જીવંત, સફળ અને સુખી બનાવી શકશે.
તમારામાં છુપાયેલા `ગ્રેટ પાવર જનરેટર’ને ઓળખવા માટે તમારે આ પુસ્તક ચોક્કસ વાંચવું જ રહ્યું!
Be the first to review “Tamara Andar Na Power Ne Olkho”
You must be logged in to post a review.