આપણી સનાતન સંસ્કૃતિમાં તહેવારો, ઉત્સવો, પર્વો અને વ્રતોનો મહિમા ગવાયેલો છે. આદર્શ જીવનશૈલી અને જીવનમૂલ્યો શીખવતાં આ તહેવારો આપણી આજુબાજુના વાતાવરણ, સંસ્કારો અને પરિવારોને ઊર્જા આપતાં રહે છે.
વેદ, ઉપનિષદ, પુરાણો, ધર્મગ્રંથો, ધર્મકથાઓ, પૌરાણિક કથાઓ, વ્રતકથાઓ, લોકવાર્તાઓ અને જીવનવૃત્તાંતોમાં આપણી સંસ્કૃતિના આવા ઉત્સવોની અનેક વાતો કરવામાં આવી છે, પરંતુ તહેવારો અને ઉત્સવોનું સર્વાંગી દર્શન કરાવતું પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ ન હોવાથી આ પુસ્તકનું સર્જન કરવામાં આવ્યું છે.
ધર્મના ઉત્તમ સંસ્કારો, સંસ્કૃતિની વિશિષ્ટ સમજણ અને ઉત્તમ ચારિત્ર્યઘડતર માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે.
Be the first to review “Tahevarono Utsav”
You must be logged in to post a review.