મધર ટેરેસા શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારી બહાર આવ્યાં ત્યારે એક માણસે મધર ટેરેસાને પૂછ્યું : ‘વિશ્વશાંતિ માટે અમે શું કરી શકીએ?’
મધર ટેરેસાનો જવાબ હતો : ‘ભાઈ, ઘરે જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો.’
*
લિયોનાર્દો દ વિન્ચીને એક માણસે પૂછ્યું : ‘કેટલા પ્રકારના લોકો હોય છે?’
લિયોનાર્દો દ વિન્ચીએ કહ્યું : ‘લોકોના ત્રણ વર્ગો હોય છે. એક વર્ગના લોકો કશું જોતા નથી; બીજા વર્ગના લોકો જ્યારે દેખાડવામાં આવે ત્યારે જ જુએ છે; અને ત્રીજા વર્ગના લોકો પોતાની જાતે જુએ છે.’
*
આજે જીવનમાં દરેક ક્ષેત્રે ઝંઝવાતો સામે ઝઝૂમતા લોકો પાસે શાંતિથી ઊભા રહીને જીવનને માણવાનો સમય નથી. મનની અંદરની ઝાંઝવા જેવી દોડને અટકાવીને, ભીતરથી ઊભા રહીને જીવનને સાક્ષીભાવે જોવાની જરૂર કોઈને લાગતી નથી.
જીવનના પ્રત્યેક શ્વાસ સાથે સભાનતા કેળવી શકાય, માણસને સાચો અને સંવેદનશીલ `માણસ’ બનાવી શકાય અને માણસાઈનો સેતુ રચીને સાચું જીવનદર્શન મેળવી શકાય એવા અદ્ભુત અને પ્રેરણાત્મક પ્રસંગો અહીં સમાવ્યા છે.
24 કેરેટના સોના જેવા આ ઉત્તમ પ્રસંગોની `સુગંધ’ તમારા સ્થિર જીવનને નવી દિશા આપવા માટે સક્ષમ છે.
Be the first to review “Sonama Sugandh”
You must be logged in to post a review.