શગ રે સંકોરું
વર્ષા અડાલજા
– કૃષ્ણ, મારાથી દૂર કેમ રહો છો?
– તમે કેવી વાત કરો છો?
– ‘તું’ કહોને મને! હું યુવાન છું, સુંદર છું, મારા શરીર માટે તમને તલસાટ નથી થતો?
– જુઓ વસંત…
– વસંત છું અને મહોરી રહી છું પ્રિયે.
– આ ઠીક નથી.
– આ તે કેવી વાત! પતિ-પત્નીનું સખ્ય અને સેક્સ તો તમારા ધર્મમાંય કબૂલ છે. ભગવાન શિવ અર્ધનારીનટેશ્વર કહેવાય છે ને!
– મને દલીલોથી ન બાંધો.
– તો આલિંગનથી? લો, હું આ રહી.
એ રાત્રે સોહાગરાતની ઉત્કટતાથી પતિને મેળવીને એ જંપી હતી, પણ પતિ એવા અપરાધભાવથી પીડાતા હતા કે એની આંખોમાં ટમટમી ઊઠેલા તારા ખરી પડ્યા.
નીચા મોંએ એમણે કહ્યું હતું.
– વસંત, આપણે કેવું પાપ આચરી બેઠા?
– પાપ? પોતાની પત્ની સાથેનો સંબંધ પાપ લાગે છે તમને?
એ હતપ્રભ બની તાકી રહી. રાતરાણીનાં ખરતાં શ્વેત સુગંધી ફૂલ ખોબામાં ઝીલતાં, એની કેસરી અગનદોડીથી એ દાઝી ગઈ.
– મેં ગોસ્વામીજી પાસે પ્રતિજ્ઞા લીધી હતી કે સ્ત્રીસંગ ત્યજી દઈશ, પણ આજે આ પાપ…
એ હસી પડી હતી. ડંખીલું. ઉપહાસભર્યું.
– ગૃહત્યાગ કરનારા બધા બુદ્ધ નથી બનતા કૃષ્ણ. આજ પછી તમે મને ક્યારેય સ્પર્શી નહીં શકો.
અને એ શરીર સંકોરી સડસડાટ બહાર નીકળી ગઈ.
Be the first to review “Shag Re Sankoru”
You must be logged in to post a review.