Saurastrani Rasdhar

Category Folk Literature, Latest
Select format

In stock

Qty

ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય કવિ તરીકે પોંખ્યા હતા એવા મહાન લેખક ઝવેરચંદ મેઘાણી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ગ્રંથ – ‘સૌરાષ્ટ્રની રસધાર’ આપણી ગુજરાતી ભાષાનું ઘરેણું ગણાય છે.

મેઘાણીએ સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ફરીફરીને લોકો પાસેથી લોકકથાઓ, વીરગાથાઓ, દંતકથાઓ, ગીતો, પ્રસંગો અને વાર્તાઓ ભેગી કરીને આ ગ્રંથમાં એકસાથે મૂકી છે. આ મૂલ્યવાન રચનાઓ ગુજરાતનાં લોકજીવન, પરંપરા અને સંસ્કૃતિને આપણી સામે જીવતી કરે છે.

આ કથાઓમાં સમાવાયેલાં – જીવનમૂલ્યો, શૌર્ય, સંબંધો, લાગણી, વીરતા, બલિદાન, દેશપ્રેમ, સત્યનિષ્ઠા અને માનવતા જેવા ગુણો આપણી ગુજરાતી અસ્મિતા વિશે ઘણું જ શીખવી જાય છે. આ પુસ્તક યુવાનો વાંચે એ જરૂરી છે, કારણ કે અહીં દર્શાવેલ પાત્રો સારા માણસ બનવાનું પણ શીખવે છે.

આ કૃતિ ગુજરાતી સાહિત્યની એક અમૂલ્ય ધરોહર જ નથી, પણ આપણી ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અનુભવ કરાવતો સાંસ્કૃતિક વારસાનો દસ્તાવેજ પણ છે.
——

મેઘાણીજીએ ગુજરાતનાં ગામડાંની આત્માને શબ્દોમાં પીરસી છે. – મહાત્મા ગાંધી

મેઘાણીજીએ અહીં લોકકથાઓમાં જીવ નાખ્યો છે. આ પુસ્તક આપણને મૂળ સાથે જોડાણનો અનુભવ કરાવે છે. – કનૈયાલાલ માણેકલાલ મુનશી

આ લોકસંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ છે. અહીં સૌરાષ્ટ્રની ભાવનાઓ, વીરતા અને જીવનમૂલ્યો ખૂબ જ સ્પષ્ટ રીતે ઝળકે છે. – ઉમાશંકર જોશી

આ પુસ્તક સમાજને સારા માર્ગે દોરી શકે તેવું છે. તેમાં રહેલી પ્રેરણાદાયક વાર્તાઓ લોકોમાં સકારાત્મક વિચારો જગાવે છે. – રવિશંકર મહારાજ

Weight.100 kg
Dimensions8.75 × 5.75 × 1 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Saurastrani Rasdhar”

Additional Details

ISBN: 9789361971501

Month & Year: July 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 628

Dimension: 8.75 × 5.75 × 1 in

Weight: .100 kg

ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. ઈ.સ. 1917માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની… Read More

Additional Details

ISBN: 9789361971501

Month & Year: July 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 628

Dimension: 8.75 × 5.75 × 1 in

Weight: .100 kg

Inspired by your browsing history