સત્ય મારી દ્રષ્ટિએ
સત્યને દેહ ધારણ કરવાનું મન થયું ત્યારે પૃથ્વી પર મહાત્મા ગાંધી પેદા થયા. સત્યનું આયખું ખૂબ લાંબુ હોય છે તેથી બાપુ અમર બની ગયા! ઉપનિષદ કહે છેઃ `હૃદયેન હિ સત્યં જાનાતિ’। આપણો માંહ્યલો આપણને કદી છેતરતો નથી. કોઈને છેતરવાની વૃત્તિનો ખરો સંબંધ રાવણતા સાથે છે. શિવભક્ત રાવણ અને સત્યનો સંબંધ છૂટી ગયો, પછી સીતાનું અપહરણ થયું. રામ અમર રહ્યા કારણ કે સત્યને કદી મૃત્યુ નડતું નથી. રામરાજ્ય અને રાજઘાટ વચ્ચેનો આ સેતુ અમર છે. આપણી સંસ્કૃતિ વાસ્તવમાં સત્ય-સંસ્કૃતિ છે.
– ગુણવંત શાહ
Be the first to review “Satya : Mari Drashtie”
You must be logged in to post a review.