સાલ 1980માં મેં ‘ઝબકાર’ કૉલમ શરૂ કરી હતી. મૂળભૂત રીતે હું ટૂંકી વાર્તાનો લેખક એટલે સમાજાભિમુખ ન હોવા છતાં ધીરેધીરે એ કૉલમે સત્યઘટના અને પાત્રોની પોતાની તથ્યાત્મકતા વચ્ચેનું સાવ ટૂંકી વાર્તા નહીં અને સાવ માહિતી કે ચરિત્રલેખ પણ નહીં એવું કોઈ વિશિષ્ટ સ્વરૂપ આપોઆપ પકડી લીધું. એને ચરિત્રલેખોનું માન મળવા ઉપરાંત એના માધ્યમથી સમાજસેવા અને વ્યક્તિ સહાય જેવાં કાર્યો પણ થવાં માંડ્યાં. સંગીતકાર જયકિશન ઉપરના લેખની ચમત્કારિક અને ઐતિહાસિક અસર થઈ. લેખની સીધી અસરને કારણે જયકિશનના પૈતૃક ગામ વાંસદા જ્યાં કોઈ ગયું નહોતું ત્યાં જયકિશનનું પૂર્ણ કદનું સ્ટેચ્યૂ ઊભું કરાયું. આવી તો અનેક ઘટનાઓ `ઝબકાર’ને કારણે ઘટી તે મારા માટે સાર્થકતાનો અનુભવ રહ્યો.
કોઈ એક વ્યક્તિની અંદરની સમૃદ્ધિની ચમત્કૃતિને દર્શાવતું આ લખાણ અત્યંત લોકપ્રિય બન્યું. ગુજરાતી ભાષામાં ક્લાસિકની કક્ષામાં મુકાયેલાં આ લેખો અંગે મળેલા અનેક પત્રોમાંથી અમુક ચૂંટેલાં કથનો અહીં મૂક્યાં છે.
– રજનીકુમાર પંડ્યા
—
‘ઝબકાર’ વાંચી. રંગ રહી ગયો. આ જ સાચું સાહિત્ય. આ જ સાચું જીવન! ભાષા, પ્રસંગો… એ સાચે જ સાહિત્યની વ્યાખ્યામાં બેસે છે… તમારી કલમમાં જાદુ છે.
– ચં. ચી. મહેતા
તમે ભરપૂર જીવન જોયું, એને તમારા રક્તમાં વહેવા દીધું. અનુભૂતિના જાતજાતના પ્રકારો હોય, ક્યાંક આનંદ, ક્યાંક વિષાદ! તમે બધા પ્રકારોમાંથી નવનીત શોધ્યું, જે તમે સરળ સાંસ્કારિક ભાષામાં પીરસ્યું.
– શિવકુમાર જોશી
‘ઝબકાર’માં તો લેખે લેખે નવી જ સૃષ્ટિ! એક લેખ વાંચ્યા પછી તેની સૃષ્ટિનાં આંદોલનોમાંથી બહાર નીકળવાનું ન ગમે… કેવી વિશાળ દુનિયામાં કેવાં અજાણ્યાં – નાનાં અને મોટાં પાત્રોનાં ભીતરી ચરિત્રો!
– સરોજ પાઠક
આ કલમચિત્રો સાચુકલાં, સુંદર, આકર્ષક, સજીવ, રસળતાં, માર્મિક, ચિરકાળ સુધી મન-અંતરમાં રમી રહે તેવાં, ખરેખર અનોખાં લાગે છે. સૌ કોઈને તે વાંચવાં અવશ્ય ગમશે.
– પ્રો. જશવંત શેખડીવાળા
કેટલાંક સામાન્ય જીવન જીવતાં પણ કશીક અસામાન્યતા ધરાવતાં પાત્રોને તમે પ્રકાશમાં લાવ્યાં. આપણા ઋષિતુલ્ય સાહિત્યકાર ‘દર્શક’ ખુદ એના ઉપર પ્રસન્ન થઈ ગયા. એમણે યોગ્ય રીતે જ લખ્યું છે કે ‘ઝબકાર’ના બધા ભાગ વાંચનારને થાય કે ઓહોહો… જગતમાં આટલાં બધાં શુભતત્ત્વો છે!’ માણસની માણસમાંથી ઊઠતી જતી શ્રદ્ધાને આ ચરિત્રનિબંધો જાણે ફરી પ્રસ્થાપિત કરી આપે છે!
– રતિલાલ બોરીસાગર
તારી રજૂઆતની કલા સાથે ચાલી શકે એવો કોઈ ગુજરાતી વાર્તાકાર મને દેખાતો નથી. વાર્તાને માણનાર, જાણનાર અને થોડું લખનાર ભાવક તરીકે મારા ચિત્તમાં, મારી બુદ્ધિગત-સર્જનગત સમજણમાં ‘ઝબકાર’માં પણ રજનીકુમાર પંડ્યા સિર્ફ આલા દરજ્જાનો વાર્તાકાર જ ઊપસે છે અને તેનો જ હું સ્વીકાર કરું છું.
– જનક ત્રિવેદી
Weight | 0.58 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644216
Month & Year: December 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 664
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.58 kg
Additional Details
ISBN: 9788119644216
Month & Year: December 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 664
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.58 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Samagra Zabkar”
You must be logged in to post a review.