નીચેનું લખાણ વાંચ્યા પછી તમે હસી જ નહીં શકો! લાગી શરત?
“તમે તો છો જ એવા, તમને મેં કેટલી વાર કહ્યું છે કે આ વરસે સાન્ટાક્લોસ આવે અને કંઈક માંગવાનું કહે, તો કરોડો રૂપિયા માંગી લેવાના… પણ તમે તો માંગીમાંગીને બુદ્ધિ જ માંગી? એની શું જરૂર હતી? અને એય તે લગન થઈ ગયાંનાં આટલાં વરસો પછી?”
“તારી વાત સાચી છે, લગન પહેલાં માંગવાની જરૂર હતી! પણ વાંધો નહીં, આટલાં વરસેય સાન્ટાક્લોસે બુદ્ધિ આપવાનું વચન આપ્યું એય ઘણું છે!”
“તો પણ કોઈ ફેર તો નથી જ પડવાનો…”
“ધીરે બોલ, એ તો મેં તારા માટે માંગી છે અને તું જ આવું બોલે? સાન્ટાક્લોસને કેવું લાગે?”
* * *
લગ્નશાસ્ત્રના પહેલા જ અધ્યાયના પહેલા જ શ્લોકમાં લખ્યું છે કે દીકરી પરણીને શ્વસુરગૃહે જાય, ત્યારે તેણે પહેલા જ પગલે વર અને બીજા પગલે પાવર પોતાનો કરી લેવો! જો આ બે પગલાં બરાબર ભરાઈ જાય, તો ત્રીજા પગલે ઘરની દુનિયા જિતાઈ જવાની. ભગવાનના વામન અવતારનાં ત્રણ પગલાં આપણને કેટલું બધું સૂક્ષ્મ જ્ઞાન આપે છે, નહીં!
હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રીનો અહેસાસ કરાવીને
તમને ખડખડાટ હસાવતી આ રચનાઓ તમને ગમશે જ…
Be the first to review “Sada Sarvada Hasya”
You must be logged in to post a review.