Romanchrekha

Category Pen Portraits, Latest, New Arrivals
Select format

In stock

Qty

મારી આ જિંદગીમાં મેં એવાં એવાં ઘણાં ચરિત્રોનાં પૂર્ણ કદનાં નહીં પણ લઘુ કદનાં આલેખનો કર્યાં છે, જે મારે માટે લખવાજોગી વિશેષતા ધરાવતાં હોય. એવા લેખોના અનેક સંચયો પ્રકાશિત કર્યા અને હાલમાં જ એમાંથી મોટાભાગના એકત્ર કરીને આર. આર. શેઠ જેવા માતબર પ્રકાશને ‘સમગ્ર ઝબકાર’ના નામે પ્રકાશિત કર્યા.

પરંતુ એ બધા ઉપરાંત પણ ‘શબ્દવેધ’, ‘ગુલમહોર’, ‘માયાનગર’, ‘અક્ષરની આંખે’ જેવા મારી ચરિત્રકૃતિઓના સંચયો છે એ ખરું, પણ આ સંચય ‘રોમાંચરેખા’ એ બધાથી સાવ જુદો પડે છે. એમાં એકાદ અપવાદ સિવાય મારી પોતાની જિંદગીમાં મેં જાતે જેનો સામનો કર્યો હોય, બલકે મેં પોતે જેમાંથી ઓછીવત્તી સનસનાટી મેળવી – અનુભવી હોય એવાં સાચાં પાત્રોની કથાઓ છે. એટલે સમધારણ (Normal) જીવનશૈલીનાં પાત્રોની વાતો અહીં જોવા નહીં મળે. પણ એ ધ્રુજારી કઈ રીતે અનુભવવા મળે એ માટે આ પુસ્તકનો દરેક ચરિત્રલેખ જાતે જ વાંચવો પડે. માત્ર મૌખિક વાત સાંભળી લીધાથી એમાં માણ નહીં વળે.
– રજનીકુમાર પંડ્યા

SKU: 9789361971259 Categories: , ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Romanchrekha”

Additional Details

ISBN: 9789361971259

Month & Year: October 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 244

Additional Details

ISBN: 9789361971259

Month & Year: October 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 244