ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ.
ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ – તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્ગીતામાં ન હોય!
રાષ્ટ્રભક્તિના પાયામાં ગીતાજ્ઞાનનો આધાર હોય ત્યારે એ રાષ્ટ્રભક્તિ સાર્થક થતી હોય છે. સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવું રાષ્ટ્ર છે જેના માટે ‘રાષ્ટ્રદેવ’ એવો શબ્દ પ્રયોજાય છે. રાષ્ટ્રને દેવ સમજવા પાછળનું લૉજિક કયું હશે? વ્યક્તિ, પરિવાર અને સમાજના ઘડતર સાથે રાષ્ટ્રના ઘડતરનો કોઈ સંબંધ ખરો? શું રાષ્ટ્રદેવ, રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રીય ચારિત્ર્ય જેવા શબ્દો રાષ્ટ્રની એક અલગ જ ઓળખ ઊભી કરે છે?
રાષ્ટ્ર સ્વયં ચૈતન્યરૂપ છે એ વાતની અહીં વિગતે ચર્ચા કરીને રાષ્ટ્ર પ્રત્યે રહેલો આપણો ધર્મભાવ, કર્મભાવ અને પૂજ્યભાવ સમજાવી ઉપરના પ્રશ્નોનું સમાધાન કરી લેખકે ગીતાદર્શનની નજરે રાષ્ટ્રને જોવા-સમજવા અને જીવવાનો યોગ પૂરો પાડ્યો છે!
Be the first to review “Rashtragita”
You must be logged in to post a review.