સંવાદ અને સંવેદનાની અંતિમ સફર…
જીવનના છેલ્લા શ્વાસે આત્મા જ્યારે શરીર છોડીને બહાર નીકળે છે ત્યારે નિશ્ચેતન બનીને પડી રહેલા શરીરની આસપાસ ઊભેલાં પ્રિયજનો, સ્નેહીજનો અને સંબંધીઓ કેવો વલોપાત કરે છે, મૃતક વિશે કેવા કેવા ભાવ-પ્રતિભાવ સાંભળવા મળે છે તે, પેલો આત્મા નિરાકાર રહીને પણ બધું, જુએ છે અને સાંભળે છે ત્યારે એ વિચારે છે કે–
‘વણકહેલી વેદનામાંથી મારા શરીરને તો મેં છોડાવી લીધું પણ હવે જો હું ફરીથી પીગળવા માંડીશ તો મારા આત્માને છોડાવી નહીં શકું. મારે હવે તો બસ મનમાં ઊઠેલા, આખી જિંદગીના મારા વણપુછાયેલા અનેક પ્રશ્નોના જવાબ તટસ્થ રીતે મેળવવા છે.’
નાયિકા પ્રત્યુષા પોતાની જિવાઈ ગયેલી જિંદગીમાં નહીં પુછાયેલા એવા કયા પ્રશ્નો, હવે મૃત્યુ પછી, પૂછવા માગે છે? કોણ છે એ લોકો જેમની પાસે, દેહમુક્ત થઈ ગયેલી પ્રત્યુષા, પોતાના અનેક પ્રશ્નોના તટસ્થ જવાબો મેળવવા માગે છે?
દેહ, આત્મા અને સૂક્ષ્મ શરીરની અગોચર દુનિયામાં લઈ જતી, રોમાંચક પ્રેમની અનુભૂતિ કરાવતી આ નવલકથા ગુજરાતી સાહિત્યના એક નવા જ સંવેદનવિશ્વને તમારી સમક્ષ મૂકે છે.
Be the first to review “Pratyusha”
You must be logged in to post a review.