નાના – કુમળા મનના બાળકના મનને સમજવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. બાળક કેવું, ક્યાં, કેમ, કેવી રીતે વિચારે અને વર્તે છે એ સમજવામાં જ પૅરન્ટ્સનો સમય અને ઉંમર જતી રહે છે અને સરવાળે મળતું પરિણામ લગભગ ઇચ્છિત હોતું નથી. બાળકને શીખવવા મથતાં પૅરન્ટ્સ પોતે શીખતાં અને નિષ્ફળ પ્રયોગો કરતાં રહે છે.
શું તમે ઇચ્છો છો કે, તમારું બાળક તમને પ્રેમ કરે અને તમારો આદર કરે?
શું તમે ઇચ્છો છો કે, તમારા બાળકને જેટલો આઇસક્રીમ ભાવે, તેટલી જ બ્રૉકોલી પણ ભાવે?
શું તમે ઇચ્છો છો કે, તમારું બાળક જિંદગીમાં આવતા નાના-મોટા પડકારો આત્મવિશ્વાસથી ઝીલી શકે, જેનું તમે ગૌરવ અનુભવો?
શું તમને એવી ચિંતા સતાવે છે કે, તમે સંતોષકારક પૅરન્ટિંગ નથી કરી શકતા?
શું તમને લાગે છે કે, તમારી ‘પૅરન્ટિંગ હૅપીનેસ’ પર બહારની દુનિયાની અસર પડે છે?
શું તમે પૅરન્ટિંગ માટેની જવાબદારીઓથી સ્ટ્રેસ અનુભવો છો?
શું તમારી જાત માટે સમય ફાળવવાથી તમને અપરાધભાવ થાય છે?
આ નાના લાગતા પ્રશ્નો તો ખરેખર તમને વિકરાળ પરિસ્થિતિ સમક્ષ ઊભા કરી દે તેવા છે. શું ખરેખર પૅરન્ટિંગની જટીલતા અને પીડાનો કોઈ ઉકેલ છે? હા, છે… જેમ આપણે દરેક મુશ્કેલીઓના સૉલ્યુશન માટે તેના નિષ્ણાત પાસે જઈએ છે એ જ રીતે પૅરન્ટિંગના અનુભવી નિષ્ણાત દ્વારા આપવામાં આવેલાં સૂત્રો શીખીને સૌ કોઈ પોતાના પૅરન્ટિંગને અસરકારક અને સફળ બનાવી શકે. પૅરન્ટિંગ માટે અત્યાર સુધીમાં ઘણાં પુસ્તકો લખાયાં છે, પણ આ પુસ્તક પૅરન્ટિંગ માટેની સુખાકારી તથા પૂર્ણ સંતોષને ધ્યાનમાં રાખીને લખાયું છે. આ પુસ્તકમાં પૅરન્ટિંગની નવી અને જૂની વિચારસરણીઓના સમન્વય દ્વારા અનેક સેમિનાર અને વર્કશૉપના પરિપાકરૂપે હૅપી પૅરન્ટિંગ માટેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેવા સાત અકસીર અને સરળ મંત્રો આપવામાં આવ્યા છે.
પૅરન્ટિંગનાં આ સાત જાદુઈ સૂત્રો દ્વારા હૅપી પૅરન્ટિંગનો સાર્થક અનુભવ કરવા માંગતાં દરેક પૅરન્ટ્સ અને યુવા કપલ્સે આ પુસ્તક વાંચવું જ જોઈએ.
Be the first to review “Parenting Mantro”
You must be logged in to post a review.