પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ ન શકે એવું કારણ પણ હોય છે. એવું તો કયું કારણ હોય છે કે લોકો પોતાના પરિવાર સાથે જ આવું હિચકારું કૃત્ય કરતાં પણ અચકાતાં નથી?
સોનેજી પરિવારની દરેક વ્યક્તિ કંઈ ને કંઈ છુપાવીને જીવતી હતી. દરેક જણ માનતું હતું કે મારું શરમજનક રહસ્ય તો કાયમ માટે અકબંધ જ રહેશે. સોનેજી પરિવારમાં સૌથી રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા, ઘરના મોભી યુવરાજ સોનેજીની જ એક દિવસ હત્યા થાય છે. શંકાની સોય એમનાં જ અંગત પરિવારજનો તરફ તકાય છે અને બધાંના જીવનમાં ઝંઝવાત આવે છે. એવો ઝંઝાવાત જે જીવિત હોય કે મૃત, બધાંના ચહેરા ઉપરથી મહોરાં ઉતારી નાંખે છે. ખુલ્લા પડી ગયેલા આ ચહેરાઓને જોઈને તમને કોઈની દયા આવશે તો કોઈની માટે ઘૃણા પણ જાગશે, પરંતુ અંતિમ ચહેરા ઉપરથી જ્યારે મહોરું ઊતરશે ત્યારે દેખાતું કાળું સત્ય તમને હચમચાવી નાંખશે.
Be the first to review “Mrugjalna Vamal”
You must be logged in to post a review.