Missions of Mossad (Original Gujarati Edition)

Category Pre Booking, Adventure Stories
Select format

In stock

Qty

દાયકાઓથી, ઇઝરાયેલની કુખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ સર્વિસ તરીકે થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, એજન્સીએ સૌથી ખતરનાક, સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં મિશન પૂરાં કર્યાં છે.
નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમેનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને તેના પરમાણુ કાર્યક્રમ ખોરંભે પાડી દેવાના મિશન સુધી, મોસાદે એવાં કારનામાં કર્યાં છે, જેણે અનેક શત્રુઓથી ઘેરાયેલા ઇઝરાયેલને ટકાવી રાખ્યું છે.
મોસાદ બે કારણોથી ચર્ચાસ્પદ છે. એક, તે ઇઝરાયેલના દુશ્મનો સાથે અત્યંત નિર્દયતાથી વર્તે છે. એ પહેલી સંસ્થા છે જેણે ટેલિફોન હૅન્ડસેટ અને કારમાં વિસ્ફોટકો ભરવાની કળાને ‘લોકપ્રિય’ બનાવી હતી. મોસાદના વડા લગભગ દરેક વિસ્ફોટનું જાતે નિરીક્ષણ કરે છે.
બીજું, દુશ્મનોને ઠેકાણે પાડવાની દરેક કારવાઈને તે અકસ્માતમાં ખપાવી દે છે અથવા તો કોઈ ત્રાહિત પક્ષના નામે ઉધારી દે છે. એવાં ઘણાં ઑપરેશન્સ છે, જેમાં પશ્ચિમની ગુપ્તચર એજન્સીઓ મોસાદનો હાથ હોવાની શંકા કરવાથી આગળ જઈ શકી નથી.
મોસાદ શું છે? તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તે કેમ વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા છે? તે કેવાં મિશન હાથ ધરે છે? કેવી રીતે તેને અંજામ આપે છે? કેમ ઇઝરાયેલના દુશ્મનો જ નહીં, પણ અન્ય વિદેશી ગુપ્તચર સંસ્થાઓને પણ મોસાદનો ડર લાગે છે?
આ પુસ્તક આ બધાનો જવાબ આપે છે.

SKU: 9789361973437 Categories: ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Missions of Mossad (Original Gujarati Edition)”

Additional Details

ISBN: 9789361973437

Month & Year: November 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

Additional Details

ISBN: 9789361973437

Month & Year: November 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200