ટારઝન
બાળમિત્રો, તમારાં મમ્મી-પપ્પા જ્યારે તમારી ઉંમરનાં હતાં ત્યારે પણ હું એમનો મિત્ર હતો- પૂછી જુઓ એમને! અને આટલાં વર્ષો પછી આજે હું તમારો પણ મિત્ર છું!
મારાં અદ્ભુત સાહસો વાંચીને કેટલા બધા લોકો જુદાજુદા ક્ષેત્રોમાં સાહસિક બની ગયા છે! મોટા મોટા સાહસિકોને સાહસનો ‘સ’ ઘૂંટાવનાર જ હું છું!
બાળમિત્રો, આ પુસ્તકમાં તમે મારાં અવનવાં સાહસો માણી શકશો. કેટલાંક સાહસો તો એવાંય હશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય! તમે ભલેને તમારા સ્ટડીરૂમમાં બેઠા બેઠા આ પુસ્તક વાંચી રહ્યા હો, પણ મિત્રો, હું તમને તમારી કલ્પનાની નાની નાની પાંખો પર બેસાડીને તમારી ગમતીલી-મોજીલી તોફાની દુનિયામાં જરૂર લઈ જઈશ!
હજીય વિશ્વાસ બેસતો ન હોય, તો આ પુસ્તક વાંચવાનું કરી દો શરૂ… અને પછી જુઓ કંઈક અનોખો, કંઈક અદ્ભુત અનુભવ તમને મળે છે કે નહીં!! કાલથી નહીં, આ પુસ્તક વાંચવાનું આજથી જ શરૂ કરી દો!
તમારો મિત્ર, ટારઝન
Be the first to review “Tarzan”