તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ’ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.
ઑલિવર અને જૅની. બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે.
આપણી ભાષાના જાણીતા લેખક વીનેશ અંતાણી દ્વારા અનુવાદિત આ એક એવી પ્રેમકહાની છે જે તમારા મનમાં ઝંઝાવાત સર્જશે. આજે…. અને હંમેશાં….
આ એક સામાન્ય કથા નથી…. આ એક અદ્ભુત લવ સ્ટોરી છે. જે વ્યક્તિ આ પુસ્તક વાંચશે તે વાચક તરીકે પોતાનું અસ્તિત્વ ભૂલીને પોતે આ કથાનું જ એક પાત્ર છે તેવું અનુભવશે…. તમે આ ‘લવ સ્ટોરી’ના માત્ર વાચક નહીં રહી શકો.
અમેરિકન લેખક ઍરિક સેગલની આ નવલકથા `લવ સ્ટોરી’ પ્રકાશિત થઈ ત્યારથી આજ સુધી દુનિયાભરના વાચકોનાં મન પર છવાયેલી રહી છે. આ બેસ્ટસેલર નવલકથાનો વિશ્વભરની તેત્રીસથી વધારે ભાષાઓમાં અનુવાદ પ્રગટ થયો છે.
Be the first to review “Love Story”
You must be logged in to post a review.