એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલાતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શા માટે બન્યા? પોતાની સંતતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં કયા ઝંઝાવાતનો ભોગ બનીને લોહીનાં આંસુ સારવાં મજબૂર બન્યા?
છેવટે મૃત્યુ પામેલા હરજીમુખીના હાથની અધખુલ્લી હથેળીમાં રહેલો કાગળ કોનો હતો? એ કાગળમાં શું લખ્યું હતું?
આવા અનેક પ્રશ્નો સર્જતી આ નવલકથા ગામડાના એક ખેડૂતના જીવનની વ્યથા-કથા તો છે જ, પણ સાથેસાથે વ્યાજના વિષચક્રમાં ફસાતી જિંદગીનો એક મૌન ચિત્કાર પણ છે.
એક બેઠકે વાંચી લેવાનું આકર્ષણ જન્માવતી આ નવલકથા તમને સંવેદનભર્યા જીવનના સાક્ષી બનવાનો અવસર પૂરો પાડશે!
શબ્દની એક નવી જ આબોહવા, એક નવી જ શૈલી અને એક નવી જ રજૂઆત લઈને આવતી આ નવલકથા, કોઈપણ ચીલાચાલુ નવલકથા કરતાં જુદી પડે છે, કારણ કે…! એ માટે તો તમારે નવલકથા જ વાંચવી પડે!
Be the first to review “Lohina Aansu”
You must be logged in to post a review.