લીલી દુર્ઘટના
બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે?
જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત સરોવર જળ જેવા જીવનમાં લીલી નામની તરુણીના પ્રવેશથી એક ખળભળાટ સર્જાય છે, એ માટે ખરેખર કોણ જવાબદાર છે – સેશન્સ જજ, પરિસ્થિતિ કે પછી લીલી પોતે જ? આ સવાલોના જવાબો તમને સમાજજીવનમાં ધબકી રહેલા સંબંધોના એક જુદા જ વિશ્વમાં લઈ જશે.
પદ, પૈસો અને પ્રતિષ્ઠાથી ઉપર રહીને લાગણી જ્યારે પોતાનો લય પ્રગટાવે છે ત્યારે જે હરિયાળી ઘટના સર્જાય છે એને સમાજ લીલી દુર્ઘટના તરીકે નવાજે છે! કઈ છે આ `લીલી દુર્ઘટના’? એ જાણવા-માણવા તમારે આ નવલકથા વાંચવી જ રહી! ક્યારેક કોઈક દુર્ઘટના પણ લીલી હોઈ શકે છે એને સમજવા માટે આ પુસ્તક અચૂક વાંચો!
Be the first to review “Lili Durghatna”
You must be logged in to post a review.