‘લીડરશિપ પર્વ’ પુસ્તકનો પહેલો ભાગ ‘આરંભ’ પ્રકાશિત થયો ત્યારે ખબર નહોતી કે આ પુસ્તકને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળશે અને સેંકડો વાચકો દ્વારા આ પુસ્તક ભેટમાં આપવા માટે બલ્કમાં ખરીદાશે. દરેક પુસ્તકની પણ પોતાની નિયતિ હોય છે. ‘લીડરશિપ પર્વ’ ‘આરંભ’ની નિયતિમાં વાચકોનો અત્યંત પ્રેમ લખ્યો હતો! આ પુસ્તક ત્રણ ભાગમાં પ્રકાશિત થવાનું હતું એ પહેલાંથી જ નક્કી હતું, પરંતુ નિયતિના પ્રતાપે પહેલો ભાગ પ્રગટ થયાના બે વર્ષના અંતરાલે આ પુસ્તક આવે છે!
જોકે ‘દેર આયે દુરસ્ત આયે’ના ન્યાયે આ શ્રેણીના બીજા ભાગ ‘ગતિ’ બાબતે પણ અમને એટલે કે લેખક અને પ્રકાશક બંનેને ધરપત છે. લીડરશિપ અને મૅનેજમેન્ટના આરંભ બાદ આ ભાગ વાચકોની લીડરશિપ અને મૅનેજમેન્ટને ગતિ અપાવશે. પ્રકાશક તો એમ પણ ધરપત આપે છે કે વાચકોએ આ પુસ્તક પાછળ ખર્ચેલા પૈસા એળે નહીં જાય!
તો લેખક પણ વાચકોને પ્રૉમિસ કરે છે કે આ ભાગના લેખો-વિષયો પણ યશસ્વી લીડરશિપ કરવા માગતા અમારા વાચકોને સ્ટ્રેસ મૅનેજમેન્ટમાં, પર્સનાલિટી ગ્રૂમિંગમાં, ટીમ મૅનેજમેન્ટમાં, કૉમ્યુનિકેશન સ્કિલ્સમાં તેમજ અન્ય અનેક સ્કિલ્સના ડેવલપમેન્ટમાં અત્યંત ખપમાં આવશે. આ પુસ્તક તેના વાચકોની ક્ષમતા અને ક્ષિતિજ બંનેને ગતિ આપશે.
અલબત્ત, આવા સુંદર લેખો-વિષયોનો સંપૂર્ણ શ્રેય પિતામહ ભીષ્મને અને મહાભારતકાર વ્યાસને જાય છે, જેમણે આપણી મહાન સંસ્કૃતિ અને અદ્ભુત સનાતન પરંપરાને ‘શાંતિપર્વ’ આપ્યું. સાથે જ આપણે સૌએ એ બાબતે ગર્વ પણ લેવાનો થાય છે કે દુનિયામાં જ્યારે મૅનેજમેન્ટ નામનો શબ્દ પણ કૉઇન નહોતો થયો ત્યારે પિતામહ ભીષ્મે લીડરશિપ અને મૅનેજમેન્ટની સંપૂર્ણ માર્ગદર્શિકા આપણને આપી હતી!
તો પ્રસ્તુત છે ‘લીડરશિપ પર્વ’નો બીજો ભાગ ‘ગતિ’.
યશસ્વી ભવ:



























Be the first to review “Leadership Parva : Gati”
You must be logged in to post a review.