ઇતિહાસ ઈસાપૂર્વ 1353થી 1336ના સમયગાળા દરમિયાન ઇજિપ્તમાં ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની ઘટના આકાર પામી રહી હતી, જે માનવજાતનું વર્તમાન અને ભવિષ્ય, બંને ધરમૂળથી બદલી નાંખે તેમ હતી. માટે જ તે ઘટનાને લગતી વિવિધ કડીઓ વિશ્વની દેખીતી નજર સામે જ રહે તેમ રહસ્ય બનાવીને છુપાવી નાંખવામાં આવી. 2012ના વર્ષમાં પુરાતત્ત્વવિદોએ હાથ પર લીધેલા કામના ફળ સ્વરૂપે કડીઓ પર જામી ગયેલી રેતીના થર દૂર થવા લાગ્યા. પરંતુ આ કડીઓને વિશ્વ સમક્ષ ન આવવા દેવાના વચન સાથે બંધાયેલ યોદ્ધાઓએ ફરીથી રહસ્ય પર કડીઓની જગા બદલીને રેતીના થર જમાવી દીધા. વર્તમાન કડીઓની નવી જગાઓ, જે વિશ્વમાં ફેલાયેલી છે, તેની માહિતી રહસ્યને છતું કરવા માટે મથતા આધુનિક યોદ્ધાઓને મળે છે અને કડીઓ ભેગી થવા માંડે છે. રહસ્યની અકબંધતા સાથે જોડાયેલ યોદ્ધાઓ પણ તૈયાર છે, જેઓ વિશ્વમાં ચોતરફ ફેલાયેલા છે. કડીઓને એકઠી કરતી યાત્રા બર્લિન, લંડન, ન્યૂ યૉર્ક, કેલિફોર્નિયા, બોસ્ટન, કાઈરો થઈને ભારતના સોમનાથ અને દિલ્હી ખાતે પૂર્ણ થાય છે. અહીં વાત છે યુદ્ધની, ગુપ્ત યુદ્ધ, જે શારીરિક અને માનસિક બંને રીતે લડાઈ રહ્યું છે. અહીં વાત છે વિશ્વના ભવિષ્યને સુરક્ષિત કરવાની. અહીં વાત છે અકબંધ રાખવામાં આવેલા રહસ્યને અકબંધ જ રાખવાની. અહીં વાત છે અજાણ્યા પણ જાણીતા યોદ્ધાઓની અને તે યોદ્ધાઓ એટલે જ લડવૈયા…
Weight | 0.22 kg |
---|---|
Dimensions | 1 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789395556965
Month & Year: March 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 188
Dimension: 1 × 5.5 × 8.5 in
Weight: 0.22 kg
Additional Details
ISBN: 9789395556965
Month & Year: March 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 188
Dimension: 1 × 5.5 × 8.5 in
Weight: 0.22 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Ladvaiya”
You must be logged in to post a review.