‘કંકુવરણાં પગલાં પડ્યાં’ની વાર્તાસૃષ્ટિ જીવનની બહુવિધ પરિસ્થિતિને તાદૃશ કરીને ગૌરવપૂર્ણ જીવનની દિશા ચીંધે છે. આ સંગ્રહમાં કુલ 22 વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સાથે માનવસંબંધોની વિષમતા તેમજ સંઘર્ષ-પડકારો વચ્ચે સંબંધોનું માધુર્ય છે. આત્મસન્માનની ગરિમા છે.
ધરતીકંપના કુદરતી હોનારત વચ્ચે લગ્નની શુભઘડી વરરાજા અને વેવાઈ કેવી રીતે સાચવે છે તે વાર્તા એટલે ‘કંકુવરણાં પગલાં પડ્યાં’. ‘રેડ લાઇટના ઝાંખા પ્રકાશમાંથી’ વાર્તાનો નાયક નાયિકાને દેહવ્યાપારમાંથી કઈ રીતે મુક્ત કરાવી તેના જીવનને ઊર્ધ્વપંથે વાળે છે તે વાત છે. ‘આ જિંદગી એક રંગમંચ’માં સ્વરક્ષણ માટે શોષક સામે બાથ ભીડતી નાયિકા છે.
‘લક્ષ્મીનો વેપાર’માં ગરીબાઈ સામે ઝઝૂમતા પિતા ચૌદ વર્ષની કન્યાનો વેપાર કરે તે પિતાની લાચારી જોવા મળે છે. ‘લવ યૉર સેલ્ફ’માં અસાધ્ય બીમારીમાં પીડાતી – મૃત્યુ સામે આત્મબળ વડે જંગ ખેડનાર નાયિકા છે. ‘સત્યમેવ જયતે’માં રાજકારણમાં સ્ત્રીનું શોષણ છે. ‘વિજેતા કોણ – નંદિતા કે નિયતિ?’ મહત્ત્વાકાંક્ષા સામે ઝઝૂમતી આધુનિક નારીનું શબ્દચિત્ર છે.
વાસ્તવિકતાની ભૂમિ પર જીવનના રંગોને ઝીલતી આ વાર્તાસૃષ્ટિ તમને જરૂર ગમશે.
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Kankuvarna Pagala Padya…”
You must be logged in to post a review.