અચાનક પવનની દિશા બદલાય અને તમારા કાન પાસેથી એક લહેરખી ક્ષણભરમાં પસાર થઈ જાય. તમે એના તરફ ધ્યાન આપો કે આ શું થઈ ગયું? સહેજ કંપન શાનું હતું? એક ધીમો અવાજ હતો શું? કે પછી પીડિત, અસંતોષી, દુઃખી આત્માનો હળવો બબડાટ? જરા વધારે ધ્યાન આપશો, તો જણાશે કે એ કણસાટ હતો. પીડા કે જે વિસ્ફોટક રૂપે ઉજાગર ન થઈ, પરંતુ મનમાં જ ધરબાયેલી રહી, એ મનમાં જ શમેલા ઈન્કાર સાથે ઝીણા ઊંહકારમાં વ્યક્ત થઈ. એક કણસાટમાં.
સમાજને ખૂબસૂરત ‘ચટકો’ ભરતી કણસાટની આ વાર્તાઓ સમાજની કદરૂપી છબી સાથે યથાર્થની સુંદરતા પણ રજૂ કરે છે. લાગણીઓની કોઈ અતિશયોક્તિ નથી, માનવમનના પોતનું વણાટ એ રજૂ કરે છે. પરિવારનાં ઉપેક્ષિત લોકોની એમાં વ્યથા છે, ‘સાટાપાટા’ વ્યવહાર કારોબાર છોડી માનવસંબંધોમાં પ્રવેશે એની ગૂંચવણો, રસોઈકળાની વાત આવે તો Ph.D. કર્યાની અદાથી સૂચનો કરતી અને જરાયે પાછી ન પડતી સ્ત્રીઓ, ચકનાચૂર થતો પુરુષવાદ, માત્ર આંખ ભરીને થતો સાચો પ્રેમ, છઠ્ઠી ઇન્દ્રિય સજાગ થઈ મળતાં સૂચનોની અવગણના જેવી કંઈ કેટલીય વાતો આમાં છે.
વિવેક, ધૈર્ય અને માર્મિકતા આ વાર્તાઓની વિશેષતા છે.



























Be the first to review “Kanasaat”
You must be logged in to post a review.