ઢોલના અવાજ જેવો કાફલો… લયમાં જીવતો કાફલો… તાલમાં બંધાયેલો કાફલો… નાચતો – કૂદતો કાફલો… પહેલા વરસાદ પછી ખૂલેલી સવારના રંગો જેવો સુંદર કાફલો…
`કાફલો’ આપણા કથાસાહિત્યની પહેલી એવી વિસ્તૃત ફલક પર વિષયવસ્તુને આકારબદ્ધ કરતી આદમકદ નવલકથા છે, જેમાં સાંકેતિક ઘટનાઓ અને પાત્રોના સંયોજન-સંવિધાન થકી કૃતિ પોતે જ પ્રતીકાત્મક બની રહેતી હોય.
– બાબુ દાવલપુરા
`કાફલો’ લખીને લેખકે એમની કારકિર્દીમાં એક મોટું અને મહત્ત્વાકાંક્ષી કદમ માંડ્યું છે. વ્યક્તિલક્ષી સુખદુઃખની સંવેદન કથાને બદલે વ્યષ્ટિ-સમષ્ટિની સામુદાયિક વેદનાને સ્પર્શતી યુગલક્ષી પ્રતીકાત્મક કથા તેમાં તેમણે આપી છે.
– ડૉ. નરેશ વેદ
પ્રતિષ્ઠિત સર્જક વીનેશ અંતાણીની વિશિષ્ટ પાત્રો, વિલક્ષણ પરિવેશ, નાદ અને દૃશ્યોની અદ્ભુત સંકલના, કથાની સરળતાથી નીચે છુપાયેલી અર્થસભર સંકુલતાનું કળાત્મક નિરૂપણ કરતી ગુજરાતી નવલકથાસાહિત્યની ક્લાસિક કૃતિ.
Be the first to review “Kafalo”
You must be logged in to post a review.