જ્યારે કચ્છ વિશે વિચારું છું, ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. કેવો અદ્ભુત કચ્છનો ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત લોકજીવન, પરંપરાઓને જીવંત રાખતા અહીંના માનવીઓ, વિશાળ ભૂમિનાં આશ્ચર્યમાં નાખી દેતાં સ્વરૂપો!
અહીંના લોકોને ઈશ્વર અને માનવજાત ઉપર એટલો વિશ્વાસ કે છેતરાઈ જાય ત્યાં સુધી બોલે પણ નહીં. અન્યાય સામે પ્રતિકાર ન કરે. કચ્છના લોકોએ કાળઝાળ અછતના સમયમાં હાથ ફેલાવ્યો હશે, પણ ક્યારેય હાથ માર્યો નથી. આવા કચ્છને કુદરતે ખૂબ તાવ્યું છે, આફતોએ રંજાડ્યું છે, છતાં કચ્છના માણસે વિશ્વાસ છોડ્યો નથી. વર્તમાન કચ્છ સમૃદ્ધિથી ઝળહળે છે, છતાં કાળ કોઈ સ્થિતિને એકસરખી રહેવા દેતો નથી. કચ્છનું ભવિષ્યનું કેવું હશે એ તો સમય જ કહેશે.
– લેખક
Be the first to review “Kachchh”
You must be logged in to post a review.