સમાજમાં ક્યારે ઘરકામ કરતો પુરુષ અને તેની નોકરી કરતી પત્નીની કલ્પના કરી શકાય એમ જ નથી. સમાજના મોભીઓ, દંભીઓ એમ જ વાત કરતા હોય છે કે, ઘરકામ તો સ્ત્રીઓએ જ કરવાનું છે. પુરુષે તો માત્ર નોકરી-ધંધા કરવાનાં અને બાકીની બધી જ જવાબદારી સ્ત્રીને આપી દેવાની. સમાજના આ સ્વીકારાયેલા અને સિદ્ધ થયા વગરના કાયદાથી વિપરીત કોઈ હસબન્ડ જ્યારે હોમ મેકર બને તો શું થાય…? આઠ ચોપડી પાસ થયેલી સ્ત્રી પોતાના કંપની સેક્રેટરી પતિ કરતા વધારે પ્રૅક્ટિકલ સાબિત થાય તો કેવું થાય…? છેલ્લી બેન્ચે બેસતો ઠોઠ ચંદુડિયો 40 વર્ષે પોતાના માસ્તરને જીવનદાનની ગુરુદક્ષિણા આપે ત્યારે…? પોતાના લોકોથી જ બનેલા સમાજના લોકો જ્યારે એક સ્ત્રીની લાજ લૂંટે અને આ સ્ત્રી ઇચ્છામૃત્યુ માગે તો…? સમાજના આવા રાવણોનું દહન કરવા માટે એક પુરુષ જ આગ બને ત્યારે…? એક સ્ત્રી જ્યારે પોતાના પિતા અને પતિ પાસે વધારે કંઈ નહીં પણ પોતાનું કહેવાય એવું એક ઘર ત્યારે શું થાય…? સમાજના આવા અનેક સવાલો અને લાગણીઓને શબ્દદેહ મળે ત્યારે સર્જાય છે હાઉસ હસબન્ડ. મેં, તમે અને આપણે બધાએ જીવેલી, જોયેલી અને સાંભળેલી તથા અનુભવેલી સંવેદનાઓની સુરાવલીઓ શબ્દદેહ સ્વરૂપે સમાજને સપ્રેમ ભેટ.
SKU: 9789361970351
Categories: Latest, New Arrivals, Short Stories
Binding | Paperback |
---|
Additional Details
ISBN: 9789361970351
Month & Year: December 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 128
Ravi Ila Bhatt
6 Books- Explore Collection
લગભગ દોઢ દાયકા પહેલાં પત્રકારત્વજગતમાં પ્રવેશ કર્યો હતો. ‘દિવ્ય ભાસ્કર’ સાથે કારકિર્દીની શરૂઆત થઈ. શરૂઆતમાં અનુવાદ કરવા, સમચારોને સમજવા, તેનો વ્યાપ અને અસરો સમજવા વગેરે… Read More
Additional Details
ISBN: 9789361970351
Month & Year: December 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 128
Be the first to review “House Husband”
You must be logged in to post a review.