મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે.
…અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે.
કોણ હતી એ, કોટ પહેરેલી સોનેરી વાળ ધરાવતી સ્ત્રી?
કોણ હતો એનું ખૂન કરનાર ઊંચો અને શ્યામ પુરુષ?
બીજા દિવસના સમાચારમાં આ હત્યાના કેમ કોઈ અહેવાલ નથી?
ડેડબૉડી ક્યાં છે?
મૂંઝવણ એ હતી કે અહીં સાક્ષી છે, પણ શબ નથી.
ખરેખર શું થયું? કેવી રીતે? ક્યાં? કોણે?
… કે પછી, બીજું જ કંઈ રહસ્ય છે? શું મિસ માર્પલ આ ગૂંચવાડાભર્યો કેસ ઉકેલી શકશે? Stay Tuned…. Queen of Crime અગાથા ક્રિસ્ટીની આ ક્લાસિક થ્રિલર ‘Eye Witness’ પુસ્તકના છેલ્લા પાન સુધી તમને જકડી રાખશે.
Be the first to review “Eye Witness”
You must be logged in to post a review.