ધર્મ મારી દૃષ્ટિએ
મને સંતોમાં શ્રદ્ધા છે, પરંતુ ધર્માચાર્યો શ્રદ્ધા નથી. કારણ શું?
સંતોની કરુણા વિના પૃથ્વી ટકી ન શકે. ક્યારેક આપણી બુદ્ધિ પણ આપણને ડુબાડી શકે, પરંતુ આપણામાં બચેલી કરુણા માનવતાને બચાવી શકે. ભગવાન બુદ્ધ કરુણામૂર્તિ હતા. પંડિતોના શાસ્ત્રાર્થ ભલે રહ્યા, પૃથ્વીને કરુણાના ઝરણાની જરૂર છે. નદીની કરુણા ખડકોને પખાળે છે અને ખડકનું ખડકપણું પણ તેથી પીગળે છે. કદી પણ ન પીગળે એવો મનુષ્ય પૃથ્વી પર હજી પાક્યો નથી. આવી શ્રદ્ધા ધરાવનાર મનુષ્યને લોકો સંત કહે છે.
– ગુણવંત શાહ
Be the first to review “Dharm : Mari Drashtie”
You must be logged in to post a review.