ભારત એટલે ઉજ્વળ પરંપરાઓનો દેશ.
ઇતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓએ જે માનવજાતનું સંસ્કાર – ઘડત૨ અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે.
આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢી દરેક પરંપરા સામે “આવું કેમ?” અથવા “આમ શા માટે?” જેવા સવાલો ઉઠાવે છે. તેમના આ સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાને છતી કરે છે. તેઓની આ જિજ્ઞાસાઓને સંતોષવાનો અહીં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે.
દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક, આપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે.
આપણે દીપક કેમ પ્રગટાવીએ છીએ?
નમસ્કાર કરવાનો શું અર્થ?
આપણે ચરણસ્પર્શ કેમ કરીએ છીએ?
પૂજાખંડ કેમ? તિલક કેમ?
ઉપવાસ કેમ?
પ્રદક્ષિણા કેમ?
સ્વસ્તિકનો શું અર્થ?
ઘંટનાદ કેમ?
આરતીનો હેતુ શું?
ગણેશજીની પૂજા સર્વપ્રથમ કેમ?
સૂર્યનમસ્કાર અને વિધિ બાદ જળનું અર્ધ્ય કેમ?
સૌભાગ્યવતી મહિલા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે?
ભગવાનને પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે?
Be the first to review “Bharatiya Sanskruti Ma Aavu Kem ?”
You must be logged in to post a review.