કહેવાય છે કે પ્રેમ કરો તો આશાઓ રાખવી વ્યાજબી નથી, પણ શું ખરેખર આશા વગરનો પ્રેમ શક્ય છે? પ્રેમ થાય ત્યારે સ્વાભાવિક છે કે તમે તે વ્યક્તિ પાસેથી પણ પ્રેમ, હૂંફ, સાથ, સહકાર, સમજદારી અને લાગણીઓની આશા રાખો જ. સવાલ એ છે કે જો એ ન મળે તો? જો એ જ વ્યક્તિ તમને આશા અને અપેક્ષાના ખુલ્લા આકાશમાં ઊડવા જ ન દે તો? શું તમને તમારું જીવન એક પિંજરામાં પુરાયેલા પંખી જેવું નહીં લાગે?
કોઈ વ્યક્તિ ગમે તેટલી વ્યસ્ત હોય પણ પ્રિયજન માટે થોડો સમય તો ફાળવી જ શકે. સ્ત્રી જેને પ્રેમ કરે છે એ જ વ્યક્તિ જ્યારે પોતાની જાતને તેનાથી દૂર કરે છે ત્યારે એ સ્ત્રી માટે સૌથી કપરી પરિસ્થિતિ ઊભી થાય છે. એ તમામ સ્ત્રીઓ, જેમણે પોતાનું જીવન એકલતામાં પસાર કર્યું છે તેમના માટે ‘અવંતિકા’ એક ભેટ છે.
‘અવંતિકા’ એક એવી સ્ત્રીની કથા છે, જે પોતે કરેલા બલિદાન બદલ હંમેશાં પોતાની જાતને કોસતી રહે છે. દરેક વખતે પોતાની જાતને એમ વિચારીને સમજાવતી રહે છે કે દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક આવાં બલિદાનો કરતી જ હોય છે. જેથી તેના સ્વજનોની અને સંબંધોની શાંતિ જળવાઈ રહે. શા માટે અવંતિકાને પ્રેમ અને શોખમાંથી કોઈપણ એકને જ પસંદ કરવાની ફરજ પાડવામાં આવી? શું આને સાચો પ્રેમ કહેવાય?
અવંતિકા જેવી પિંજરામાં પુરાયેલી સ્ત્રીઓને ઊડવા માટે નવું આકાશ આપતી આ કથા તમને એક નવી જ નજરે વિચારતાં કરશે.
Be the first to review “Avantika”
You must be logged in to post a review.