`શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે અને કરુણાવાન માતા હોય છે. શિક્ષકમાં આ ત્રણેય ગુણો અનિવાર્ય છે.’
– વિનોબા ભાવે
`સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી.
- – પંડિત સુખલાલજી
`સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે : જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણેય માર્ગોનો સંગમ એના પથમાં હોવો જોઈએ.’
– પૂ. રવિશંકર મહારાજ
`જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે.’
- – એમર્સન
======================
પ્રો. ડૉ. મહેબૂબ દેસાઈ લબ્ધપ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મારો ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યનાં ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષેત્રે ઘણા કીમતી છે. એમાં એમની વિદ્વત્તા, અભ્યાસનિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દૃશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરિમાર્જિત છે તથા ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે.
ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્ત્વની રાષ્ટ્રીય સેવા તેઓ બજાવી રહ્યા છે, એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત તેઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.
– કેશવરામ કા. શાસ્ત્રી































Be the first to review “Amara Sir Dr. Mehboob Desai”
You must be logged in to post a review.