અમર બાલકથાઓ
ભવિષ્યનો આધાર જેના વર્તમાન પર છે, એવા બાળકો અને, એમના વિશેનું બાલસાહિત્ય માનવસંસ્કૃતિના વિકાસનું કેન્દ્ર હોય છે. જે સમાજ આ કેન્દ્રથી દૂર થાય છે તેનો ભાવાત્મક વિકાસ ક્યાંક રૂંધાઈ જાય છે.
આજના વિડિયો-ગેઇમ અને કાર્ટૂન મૅગેઝિનના સમયમાં પણ બાલસાહિત્ય એટલા જ ઉત્સાહથી, ઊમળકાથી અને કુતુહલથી વંચાતું રહ્યું છે – એ જ બતાવે છે કે સમય ભલે બદલાતો રહે, બાળકોનું વિસ્મય ક્યારેય બદલાતું નથી.
આ સંગ્રહમાં દરેક વયના બાળકોની સ્વપ્નસૃષ્ટિ અને જિજ્ઞાસાજગતમાં રહે તેવી રંગબેરંગી કલ્પનાઓ, ધારણાઓ અને વિસ્મયોને વાતરૂપે શબ્દદેહ આપવામાં આવ્યો છે. દરેક બાળકને આ વાર્તાઓ વાંચતાં એવી અનુભૂતિ થશે કે, ‘અરે! આ તો મારી જ વાત છે!!’ અહીં બાળમાનસને સ્પર્શતી વાર્તાઓ છે, તો જીવનની વાસ્તવિકતાનો આછેરી પરિચય કરાવતી કથાઓ પણ છે.
દુનિયાના પ્રત્યેક બાળકનો એક જ ધર્મ છે : વિસ્મય પેદા કરવું! અહીં એ વિસ્મયનો ઉઘાડ જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં લખાયેલી ઉત્તમ બાળવાર્તાઓ અહીં મૂકવામાં આવી છે. આપણી નવી પેઢીના વિસ્મયજગતનો અનોખો ખજાનો એટલે આ પુસ્તક!!
Be the first to review “Amar Balkathao”
You must be logged in to post a review.