અજાણી દિશાનું સરનામું
ધીમી પડેલી ટ્રેન આંચકા સાથે ઊભી રહી ગઈ. નિશાંતે કશુંક વિચાર્યું અને તે બોગીના બારણા પાસે આવ્યો. બારણા પાસેનાં હૅન્ડલ પકડી નમીને બેય દિશા તરફ જોયું. ટ્રેન વળાંક પર ઊભી હતી. કોઈ વિશાળ વર્તુળના ટુકડા જેવી ટ્રેનના બેય છેડા દેખાતા હતા. નિશાંતે ટેકરીઓ સામે જોયું, જ્યાં ગીચ ઘાસ ઊગી નીકળ્યું હતું. એ ઘાસની વચ્ચે એક કેડી હતી. નિશાંત કેડીને જોઈ જ રહ્યો.
શું હતું એ કેડીમાં એટલું બધું? શા માટે જોયા કરવાનું મન થતું હતું? નિશાંતને લાગ્યું જાણે એ કેડીનો ટુકડો હાથ પકડીને કહેતો હતોઃ ઊતરી જા, અહીં જ ઊતરી જા. આમેય આગળ જઈ જઈને ક્યાં સુધી જઈશ? અહીં જ ઊતરી જા.
થેલા સહિત ઊતરી ગયેલો નિશાંત એક પછી એક સરતી જતી બોગીને જોઈ રહ્યો. છેલ્લી બોગીની પાછળ ચિતરેલી મોટી ચોકડીને કેટલીય વાર સુધી જોઈ રહ્યો. ટ્રેન દેખાતી બંધ થઈ ગઈ. એની પીઠ પાછળ પથરાયેલા રેલવેના પાટા જુદી જુદી દિશામાં જતા હતા.
નિશાંત આ બંને દિશા છોડીને કોઈ ત્રીજી જ દિશામાં જઈ રહ્યો હતો, જે એના માટે સાવ અજાણી હતી, દુર્ગમ હતી…
કઈ હતી એ અજાણી દિશા? કયું હતું એ અજાણી દિશાનું સરનામું? – એ જાણવા આજે જ વાંચો `અજાણી દિશા’, જે તમને પ્રત્યેક પ્રસંગે દિલધડક `થ્રિલ’નો રોમાંચક અનુભવ કરાવશે!
Be the first to review “Ajani Disha”
You must be logged in to post a review.