અધ્યાત્મ ગીતા
બેક કવર
ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ.
ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભેમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ – તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્ગીતામાં ન હોય!
આધ્યાત્મિક શ્રદ્ધા અને વૈજ્ઞાનિક દૃષ્ટિ જ્યારે એકરૂપ બને છે ત્યારે વ્યક્તિના મનોજગતમાં પૉઝિટિવ ફેરફારો થવા માંડે છે. તમે કલ્પના પણ ન કરી હોય એવા સુખદ પ્રસંગોના અનુભવ તમને ક્ષણે ક્ષણે થતા રહે છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તમને ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેના સૂક્ષ્મ ભેદની વિગતે સમજ આપી ધર્મ અંગે ફેલાતી રહેતી ગેરસમજથી દૂર રાખે છે. શું કર્મકાંડ અને અધ્યાત્મ અલગ અલગ છે? શું ધર્મ અને આધ્યાત્મિકતા એકબીજાના વિકલ્પો છે? શું યોગ, ધ્યાન અને સાધના એટલે જ અધ્યાત્મ જીવન? જિજ્ઞાસુઓને થતા આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ તમને આ પુસ્તકમાં જોવા મળશે.
Be the first to review “Adhyatmagita”
You must be logged in to post a review.