Aakhari Khel

Select format

In stock

Qty

નાટકના એક દલિત નાયકની જીવનકથા.
તું બાજી હારી ગયો છે. તારી તરસ કદાપિ છિપાવાની નથી. તારે માટે અફાટ રણમાં રઝળવાનું ભાવિ જ મુકરર છે. તું હંમેશ માટે અધૂરો રહેવા માટે જ જન્મ્યો છે, નહીંતર આ માબાપને ઘરે, આ કુળકુટુંબમાં શાનો જન્મ્યો હોત? શા માટે અકારણ સુખની શોધમાં રાત-દિવસ, રઝળપાટ કરે છે? જીવનના સાચા સ્વરૂપને સ્વીકારી લે? જે બે દિવસ રંગભૂમિ પર રાજ કર્યું, પ્રેક્ષકોને આનંદનો અમૂલો ઉપહાર આપ્યો, તે મૂડી પર શેષ જીવન ગુજારી દે.’
–આખરી ખેલ
કૃષ્ણકથામાં સ્યમન્તક મણિનો પ્રસંગ ઘણો આકર્ષક છે. તેમાં કૃષ્ણ-બલરામની માનવીય છબી ઊપસે છે. કૃષ્ણ પર આ મણિ ચોરવાનું આળ આવે એ જ અવનવું છે. કૃષ્ણ આવો અપવાદ દૂર કરવા માટે મોટો ઉદ્યમ કરે છે. જામ્બવાન સાથે લડતાં કૃષ્ણ મરાયા તેમ કૃષ્ણના સાથીઓ માને છે અને દ્વારકાના યાદવોને મનાવે છે. અહીં કાંઈ કૃષ્ણને અમર્ત્ય કે અપરાજેય માનતું નથી.
કૃષ્ણકથાનો આ અંશ અહીં લઘુનવલરૂપે આલેખાયો છે.
–અપવાદ
‘મન જાણ્યા વિના કોઈ કન્યાને હરવી બળે
તેમાં શું છે પરાક્રમ?
નથી જોયો-જાણ્યો તવ અનુજને કેમ વરવું?
બળાત્કારે?
અપરાધ સ્ત્રીજાતિનો સૌથી મોટો કર્યો તમે
અને ગર્વ ધર્યો તેનો! ધિક્કારું હું વિવાહ આ.
કોણ ના જાણતું વિશ્વે કથા એ કુરુવંશની
પુત્રયૌવનના ભોગે બાપે કામપૂજા કીધી
પેદા કીધા કીટક વાસનાના.
–શરશય્યા

Weight0.2 kg
Dimensions1 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Aakhari Khel”

Additional Details

ISBN: 9788119132720

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.2 kg

ડૉ. પિનાકીન દવેનો જન્મ ગાંધીનગરના રૂપાલ ગામે થયો હતો. મુખ્ય વિષય સંસ્કૃત સાથે એમ. એ. થયા હતા. અમદાવાદની વિવેકાનંદ આર્ટસ કૉલેજમાં સંસ્કૃતનાં અધ્યાપક હતા. 'વિશ્વજિત'… Read More

Additional Details

ISBN: 9788119132720

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.2 kg