સ્નેહ એટલે શું? આપણને શબ્દ સાંભળીને સાહજિક સવાલ થાય છે. સ્નેહ એટલે લોહીની સગાઈથી નહીં પણ લાગણીઓની સગાઈથી જોડાવું. સ્નેહ એટલે બે જુદા છેડેથી સર્જાતો અને બંધાતો સેતુ. વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ માટે ઍડજસ્ટ કરતો થઈ જાય ત્યારે તે સ્નેહ કરતો થઈ જાય છે. એક છેડેથી ‘હું’ અને બીજા છેડેથી ‘તું’ સમાંતર રીતે ઇચ્છાની ઈંટો ગોઠવીને ચાહનાનું ચણતર કરતાં કરતાં આગળ વધીએ તો, બરાબર વચ્ચે આવીએ ત્યારે સ્નેહનો સેતુ જોડાઈ જાય. ભગવાન શ્રીકૃષ્ણને ગોકુળ અને વૃંદાવનવાસીઓ માટે જે હતો તે સ્નેહ હતો. સુદામા અને દ્રૌપદી માટે જે હતો તે સ્નેહ હતો. સ્નેહ તો વહેતા ઝરણા જેવો છે. તે સતત વહેતો રહે છે. તેને બાંધવા જાઓ તો તે ગંધાઈ જાય છે. સ્નેહ વહેતો રહે અને વ્યક્ત થતો રહે તો જ તે આનંદ આપે છે. સ્નેહમાં સમર્પણ હોય, સુખ હોય, સાથ હોય, સાહચર્ય હોય, સાયુજ્ય હોય, સંયોજન હોય અને સમાધાન પણ હોય. આ બધું જ જ્યારે કોઈ માણસ કરતો હોય ત્યારે સમજવું કે તેના માટે વ્યક્તિ કરતાં સંબંધ મહત્ત્વનો છે. આ સંબંધ સ્નેહનો જ હોઈ શકે.
ખાટા, મીઠા, તીખા, તૂરા, કડવા છતાં જીવનના દરેક રસને અભિવ્યક્ત કરતા અને અનુભવાતા સંબંધોની લાગણી સમજવા આવો વાંચીએ ‘સંબંધ સ્નેહનો’.
Be the first to review “Sambandh Snehno”
You must be logged in to post a review.