કૃષ્ણ નિત્યસંન્યાસી!
આખરે ધર્મ એટલે શું?
ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ(ડાયનેમિક) હતું. અપૂર્ણતા તો માનવી હોવાની સાચી સાબિતી ગણાય. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (ઍબ્સોલ્યુટ) ન જ હોઈ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા જે યુગબોધ પ્રાપ્ત થયો તેનો મર્મ એ જ કે માનવી અપૂર્ણ, તેથી એને જડેલું સત્ય સાપેક્ષ જ હોવાનું. અમેરિકામાં (સાન હોઝે, તા. ૨૧થી ૨૪ ઑક્ટોબર, ૨૦૧૫) એક આંતરરાષ્ટ્રીય સેમિનારનો કેન્દ્રસ્થ વિષય હતોઃ ૐ = mc2…
સંસારલીલા આખરે તો સ્વભાવલીલા છે ને? ગીતામાં કહ્યુંઃ પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ, અર્થાત્ સ્વભાવે જાય છે પ્રાણી. દુર્યોધન પોતાનું દુર્યોધનત્વ, અર્જુન પોતાનું અર્જુનત્વ, કર્ણ પોતાનું કર્ણત્વ અને શકુનિ પોતાનું શકુનિત્વ છોડી ન શકે. મહાભારત તો માનવસ્વભાવનું મહાકાવ્ય છે. એ વિરાટ કાવ્યમાં નિત્યસંન્યાસી એવા કૃષ્ણ કેન્દ્રસ્થાને છે.
ગુણવંત શાહ
Be the first to review “Mahabharat Manav Svabhar Nu Mahakavya”
You must be logged in to post a review.